માંગરોળ: માંગરોળ ચોપાટી ઉપર સિંહોનું ટોળું ચડી આવ્યું! CCTVમાં કેદ થયેલ દૃશ્યો, લોકોમાં ફફડાટ
માંગરોળ બંદર પાસે ચોપાટી વિસ્તારમાં રાત્રિના સમયે પાંચ જેટલાં સિંહોનું ટોળું જોવા મળતાં વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે દરીયા કિનારે ફરતા સિંહોના દૃશ્યો CCTV અને મોબાઇલ કેમેરામાં કેદ થયા.જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર વિસ્તારમાં. રાત્રિના સમયે દરીયા કિનારે આવેલ ચોપાટી વિસ્તારમાં એક નહીં પરંતુ પૂરા પાંચ સિંહોનું ટોળું આવી ચડ્યું હતું! આ સમગ્ર બનાવ ચોપાટી નજીકના CCTV કેમેરા તથા લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં પણ કેદ કર્યો છે.