અમદાવાદ શહેર: ગુજરાત હાઇકોર્ટમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ, રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાનો ઇન્કાર
રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક સામે આવ્યો. 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ બુધવારે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ 1 વાગ્યાની આસપાસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઈનકાર કરવામાં આવયો.