અગમ્ય કારણોસર GK TEST મોકૂફ રાખેલ છે
નમસ્કાર શિક્ષકશ્રીઓ,
અનિવાર્ય પરિસ્થિતિને કારણે આપને જાણ કરવામાં આવે છે કે આ રવિવારે તારીખ 26/07/2026 ના રોજ રોટરી- રોટ્રેક્ટ ક્લબ ઓફ વિસનગર દ્વારા યોજાનાર GK Test ને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા Red Alert તથા ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ સહભાગીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે.
નવી તારીખની જાણ આપને ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યાં સુધી આપ સૌનો સહયોગ અને સમજ બદલ હૃદયપૂર્વક આભાર.
#GKTest2026 #RotaractClubOfVisnagar #RotaryRotaractVisnagar #GKTestPostponed #SafetyFirst
Mahesana City, Mahesana | Jul 29, 2026