નખત્રાણાના વિભાપર પાસે એક્સેસ મોપેડ સ્લીપ થતાં ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ બાદ આ એક્સેસ ત્યાંથી લેવા જતાં ત્યાં હતું નહીં. આમ કોઈ ઉઠાંતરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. આજે નખત્રાણા પોલીસ મથકે મંગવાણાના ખોડીદાસ સજાભાઈ ચારણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગત તા. 31/10ના સાંજે ઘરેથી એક્સેસ મોપેડ નં. જીજે-1-ઝેડએચ-9197વાળી લઈને ગંગોણ કામ અર્થે જતા હતા, ત્યારે વિભાપર ત્રણ રસ્તા પાસે મોપેડ સ્લીપ થઈ જતાં તેઓ ઘવાતાં રાહદારીઓએ 108ને ફોન કરત