શહેરા: ગોધર તાલુકા અલગ થવાનો મામલો,વર્ષ ૨૦૦૧ થી શહેરા તાલુકામાં જોડાયા ત્યારથી અંતરિયાળ ગામોનો સારો વિકાસ થયો : રતનભાઈ,ગામ ચારી
શહેરા તાલુકાના ૧૦ ગામોનો નવીન અસ્તિત્વમાં આવનાર ગોધર તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ચારી ગામના રતનભાઈ રાવળે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૧ માં જ્યારથી શહેરા તાલુકામાં જોડાયા ત્યારથી અમારા અંતરિયાળ ગામોનો ખુબ જ સારો વિકાસ થઇ રહ્યો છે અને અમને કોઈ સમસ્યા ઉભી થઇ નથી. જેથી અમારા ગામો શહેરા તાલુકામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી હતી.