જસદણ તાલુકાના ભાડલા ગામે એક કરૂણ ઘટના સામે આવી હતી, જેમાં 42 વર્ષીય પુરુષે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકનું નામ અનિલ રામજી વાઘેલા (ઉંમર આશરે 42 વર્ષ) છે, જેમણે વહેલી સવારે પોતાના ઘરના રૂમમાં દોરડા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.