કાલાવાડ: મોટી માટલી ગામના ખેડૂતે પવનચક્કીના ગેરકાયદેસર કાર્યો અંગે મુખ્યમંત્રી સ્વાગત પોર્ટલમાં રજૂઆત કરી #jansamasya
કાલાવડ તાલુકાના મોટી માટલી ગામના ખેડૂત રમેશભાઈ પ્રેમજીભાઈ સભાયા દ્વારા કલીનમેકસ કંપની, ઓપેરા કંપની તથા તેમના કોન્ટ્રાક્ટરોના ગેરકાયદેસર કાર્યો અને દાદાગીરી વિરુદ્ધ ગુજરાત મુખ્યમંત્રી સ્વાગત પોર્ટલ પર ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. અરજદારના જણાવ્યા મુજબ ભારે વિજલાઈનના વાયરોને કારણે તેમને નુકસાન થવાની ઘટનાઓ સર્જાઈ રહી છે.