ચુડા ના કોરડા ગામે સરકારી માધ્યમિક શાળા બનાવાઇ છે પણ ગામના કેટલાક લોકોએ આ સરકારી જમીન પર ગેરકાયદે પેશકદમી કરી શાળાને ફાળવેલ જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી દબાણ આચરેલ છે. આ ગેરકાયદે બાંધકામ હટાવાય તે અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં ન લેવાતા 30 જાન્યુ બપોરે 3 કલાકે આમ આદમી પાર્ટી ના મયુર સાકરીયા તથા ટીમે રેલી કાઢી લીંબડી પ્રાન્ત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું