ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે સુરતના મહેમાન બન્યા હતા. સાંજે પાંચ કલાકે સુરત એરપોર્ટ થી તેઓ પોલીસ કાફલા સાથે પાર્લે પોઇન્ટ સ્થિત હોટલ મેરિયોટ ખાતે પહોંચ્યા હતા.જ્યાં હોટેલમાં આયોજિત સામાજિક પ્રસંગમાં તેઓએ હાજરી આપી હતી.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત સુરત એરપોર્ટ રવાના થયા હતા.જ્યાં એરપોર્ટ થી સીધા લખનૌ ફ્લાઇટ મારફતે જવા રવાના થયા હતા. આ પ્રસંગે સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.