આજરોજ સ્વામી વિવેકાનંદ ની જન્મ જ્યંતી નિમિતે અંકલેશ્વર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જવાહર બાગ સામે આવેલ સ્ટેચ્યુ પાર્ક ખાતે સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પુષ્પાંજલી કાર્યક્રમમાં શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,કેયુર વસાવા,નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન પુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ ,ભાજપ યુવા મોરચાના પ્રમુખ દક્ષ મોદી ,મહામંત્રી સંજય પટેલ ,સહીત હોદ્દેદારો હાજર રહ્યા હતા.