ગાંધીધામ: “બી”ડીવીઝન પોલીસે ગાંધીધામ અને આદિપુર વિસ્તા૨માં થયેલ મો.સા ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ત્રણ મોટર સાયકલ સાથે ઝડપ્યા
ગાંધીધામ બી-ડીવીઝન પોલીસે વાહન ચોરીના ગુનાઓમાં મહત્વની સફળતા મેળવી છે. પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ગાંધીધામ પોસ્ટ ઓફીસથી ઈન્કમટેક્ષ ઓફિસ તરફના રોડ પરથી બે શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં કિડાણાના અબ્દુલ મુસા ચાવડા (ઉ.વ.23) અને અંજારના ફિરોજ અલીમામદ મથડા (ઉ.વ.28)નો સમાવેશ થાય છે.