પોક્સો અને અપહરણના ગુનામાં 20 વર્ષની સજા પામેલ અને છેલ્લા ત્રણ વર્ષથી પેરોલ જંપ કરી ફરાર આરોપીની મહારાષ્ટ્ર ખાતેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.ક્રાઈમ બ્રાન્ચે બિડ જિલ્લાના મજરથ ગામમાં આવેલ ખેતરમાં થી આરોપી રાજકુમાર કાકડે ને વેશપલટો કરી ઝડપી પાડ્યો હતો.વર્ષ 2020 માં ભટાર ખાતે રહેતા પરિવારની સગીરા ને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું.જ્યાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.જે કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી.