તળાજા: પાસા હેઠળ અટકાયત કરી સુરત મધ્યસ્થ જેલ મોકલી આપવી તળાજા પોલીસ
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અંસારી, જિલ્લા પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય અને નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. નકુમના માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ દ્વારા અસામાજિક અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ચાવડાના નેતૃત્વમાં શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ, રહે. ગોરખી રોડ, અનુસૂચિત જાતિ વિસ્તાર, તળાજા વિરુદ્ધ પાસા કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર ક