ગાંધીધામ-આદિપુરના નાગરિકો માટે એક સંવેદનશીલ અને જરૂરી પહેલ રૂપે "ગાંધીધામ સિટી મોક્ષધામ" નો વિધિવત પ્રારંભ થયો છે. DPA અને ગાંધીધામ મનપાના સહયોગથી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સંચાલિત આ મોક્ષધામ ટાગોર માર્ગથી રોટરી ફોરેસ્ટ ગાર્ડન તરફના માર્ગે, DC-5 પાછળ, 10 એકરના પરિસરમાં બનાવવામાં આવ્યું છે. ચેમ્બરના પદાધિકારીઓ અનુસાર, આ સ્થળ દરેક અંતિમ વિદાયને શાંતિ અને સન્માન સાથે અંજલિ આપી શકાય તે માટે સમર્પિત રહેશે.