સાવરકુંડલા: પ્રકૃતિ, પર્યાવરણ અને સ્વચ્છતાનો મહાસંદેશ આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બગોયા ગામે પધાર્યા
સાવરકુંડલા તાલુકાના બગોયા ગામની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કર્યું અને ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી તથા સ્વચ્છતા માટે પ્રેરિત કર્યા.રાજ્યપાલશ્રીએ "સ્વચ્છતા હી સેવા" અભિયાનમાં સહભાગી થઈને ગ્રામજનોને નિયમિત સ્વચ્છતા રાખવાનો સંદેશ આપ્યો તથા સફાઈ કર્મીઓને સન્માનિત કર્યા.