જામનગર શહેર: બાલાજી પાર્કમાં રબડી રાજ મામલે કોંગ્રેસના ચમત્કારને મનપાનું નમસ્કાર, રોડનું તાત્કાલિક કામ ચાલુ કરાયું
જામનગર શહેરના વોર્ડ નંબર 6 માં બાલાજી પાર્કના રોડની સમસ્યા મામલે આજે સવારે કોંગ્રેસ પક્ષ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનો દ્વારા જે અનોખો વિરોધ કરવામાં આવીયો હતો. ત્યાં જામનગર મહાનગર પાલિકા દ્વારા રોડનું કામ આજે સાંજે જ તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યુ છે.