એરપોર્ટ રોડથી વડાપ્રધાનના રોડ શો રૂટ પર કેન્દ્રીય રાજ્ય મંત્રી સહિતનાઓએ મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
ભાવનગરમાં આગામી તા.20 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શહેરના એરપોર્ટ રોડ થી જવાહર મેદાન સુધી યોજાનાર રોડ શોને લઇ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયા સહિતના આગેવાનો દ્વારા રૂટ પર મુલાકાત લીધી હતી અને તમામ પાસાઓને જોઈ સમીક્ષા કરી હતી.