સાવરકુંડલા: સાવરકુંડલામાં અમૃત સરોવરના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, સામાજિક કાર્યકરએ વીડિયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા બનાવાયેલા અમૃત સરોવર કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. સામાજિક કાર્યકર જગદીશ ઠાકોરે આજે વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી કરોડો રૂપિયાના ગેરવપરાશના દાવા કર્યા છે. વીડિયો વાયરલ થતાં શહેરમાં ચર્ચા ગરમાઈ છે અને નગરપાલિકા સામે તપાસની માંગ ઉઠી રહી છે.