ગોધરા: શહેરના દાહોદ રોડ પર આવેલ થિયેટર ખાતે લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ યોજવામાં આવ્યું હતું
ગોધરાના દાહોદ રોડ પર આવેલ સિલ્બર સ્ક્રીન થિયેટરમાં ગુજરાતી અર્બન ફિલ્મ ‘લાલો’નું ખાસ સ્ક્રીનીંગ 3 નવેમ્બરના રોજ સાઊલ સૂત્ર પ્રોડક્શન દ્વારા યોજાયું હતું. શહેરના નામાંકિત વ્યક્તિઓની હાજરી વચ્ચે થયેલા આ સ્પેશ્યલ શો એક જ શોમાં હાઉસફૂલ રહ્યો હતો. આયોજનમાં નીરવ પરમાર, હર્ષિલ પ્રજાપતિ, પાર્થ પંચાલ, પ્રણવ ભાટિયા તથા વિનોદ વીરવાણીની ટીમે મહેનત કરી હતી. યુવાનો ઉપરાંત વેપારીઓ, વહીવટી વર્ગ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ નોંધાવી ફિલ્મ નિહાળી હતી.