માંગરોળ: વાંકલ હાઇસ્કુલ ની ૪ વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાના રમોત્સવ મા શ્રેષ્ઠ દેખાવ કરતા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ
Mangrol, Surat | Sep 24, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ એનડી દેસાઈ હાઈસ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાના રમત ઉત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરતા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે અખિલ ભારતીય શાળાકીય રમત ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી જેમાં વાંકલ હાઈસ્કૂલની ચાર વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો જેથી તેમની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે શાળાના આચાર્ય અને ટ્રસ્ટ ના પ્રમુખશ્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા