જાફરાબાદ: જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં મહિલા પર પડોશીમાં રહેતા ૩ લોકો દ્વારા કરાયો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
જાફરાબાદના સામા કાંઠા વિસ્તારમાં રહેતી સંગીતાબેન બારૈયા પર બાજુમાં રહેતા પ્રફુલ બારૈયા, રમા બારૈયા તથા તેમના દીકરાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. કુતરો ભસતો હોવાથી સંગીતાબેનનો ભત્રીજો તેને ચૂપ કરાવવા ગયા ત્યારે પડોશીઓને શરૂ ગમતાં તેમણે મહિલા સાથે મારપીટ કરી હતી.