હળવદ: હળવદ નજીક મળી આવેલ માથું અને ધડ અગલ થયેલ મૃતદેહ મેલડી માતાજીના મંદિરે રહેતા વૃદ્ધની હોવાનું ખુલાસો...
Halvad, Morbi | Oct 20, 2025 હળવદ શહેરથી ત્રણેક કિલોમીટર દૂર રાતકડી હનુમાનજી મંદિર નજીક અજાણ્યા પુરુષની માથું અને ધડ અલગ અલગમાં હોય તેવી લાશ મળી આવવા પ્રકરણમાં પોલીસ તપાસમાં આ મૃતદેહ મેલડી માતાજીના મંદિરે રહેતા મૂળ લીંબડી ગામના વૃદ્ધની હોવાનું ખુલ્યું છે. બીમારી સબબ મૃત્યુ બાદ લાશને જંગલી જાનવરોએ ફાડી ખાઈ શરીરના અંગ વેરવિખેર કરી નાખ્યા હોવાનું સામે આવતા હાલ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.