દસાડા: પીપળી અને અખિયાણા રોડ ને જોડતા રોડની બિસ્માર હાલત ઉપરથી વરસાદ બાદ વધુ ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી
દસાડા તાલુકામાં આવેલ પીપળી ગામ અને અખિયાણા રોડ ને જોડાતા રોડની ઘણા સમયથી હાલત બિસ્માર બનવા પામી છે ત્યારે ઉપરથી હાલમાં દસાડા તાલુકામાં ભારે વરસાદ થવાથી રોડની હાલત અતિ ગંભીર બનવા પામી હતી ત્યારે આ રોડમાં પડેલ ખાડાના કારણે રાત્રીના સમયે મોટો અકસ્માત સર્જાય તેવો ઘાટ સર્જાયો છે વધુમાં આ ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દેગામ થી પીપળી ગામ સુધી રોડનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.