ગોલગામના ગ્રામજનો આજે વાવ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે નવીન બનેલ ધરણીધર તાલુકામાં ગોલગામ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને પૂર્વ વાવ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે. ધરણીધર તાલુકો દૂર પડતો હોય ગોલગામને વાવમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે.