મુન્દ્રા: બેરાજામાં બંધ મકાનો તસ્કર ટોળીનાં નિશાને : પાંચ ઘરમાં ચોરી
Mundra, Kutch | Nov 19, 2025 મુંદરા તાલુકાના બેરાજા ગામે ખાસ કરીને બંધ પડેલાં ઘરો પર ડોળો માંડીને તસ્કર ટોળકી ફરી સક્રિય બની હોવાની રાવ ઊભી થઈ છે અને પોલીસ તંત્ર દ્વારા તાકીદે તપાસ અને ચોકસાઈ વધારવાની માગણી ઊઠી છે. અગાઉ આ મુદ્દે મહાજન વર્ગમાંથી રજૂઆત થઈ હતી. તાજેતરમાં બેરાજા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયેન્દ્રાસિંહ જાડેજા (લાલુભા)એ પ્રાગપર પીઆઈને પત્ર દ્વારા રજૂઆત કરી હતી કે, છેલ્લા લગભગ બે માસથી બેરાજામાં બંધ મકાનમાં ઘરફોડીના બનાવો વધી ગયા છે. ખાસ કરીને મુંબઈ કે બહારગામ વસતા