રાજકોટની 100 વર્ષ જૂની લાખાજી રાજ માર્કેટ આજે બપોર 1 વાગ્યા સુધી બંધ રાખી 1500 જેટલા વેપારીઓએ પોતાના વિરોધ નોંધાવ્યો છે. પાથરણા વાળાઓના દબાણના કારણે છેલ્લા પાંચ વર્ષથી વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે સાંગણવા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે બાદ વેપારીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો એક અઠવાડિયા સુધી માર્કેટ બંધ રહેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.