કડકડતી ઠંડીમાં માનવતાનું હૂંફાળું પગલું કરમસદ આણંદ મહાનગરપાલિકાએ ભર્યું અન ૫૦ થી વધુ નિરાધારોનું રેસ્ક્યુ કર્યું.શહેરના માર્ગો પર ખુલ્લામાં રાત્રિ પસાર કરતા લોકોને સુરક્ષિત આશરો આપવા માટે તંત્ર દ્વારા ખાસ 'નાઇટ ડ્રાઇવ' શરૂ કરાઈ છે. રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીની લહેરમાં સમાજના છેવાડાના અને ઘરવિહોણા લોકો સુરક્ષિત રહે તે હેતુથી કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.