ખંભાતના દહેડા ગામે રહેણાંક વિસ્તારમાં વીજ થાંભલા નજીક પરાળના ઢગલામાં આગ લાગવાથી દોડધામ મચી જવા પામી હતી.જેમાં ખંભાત ફાયર વિભાગે વીજથાંભલા નજીક પરાળના ઢગલામાં શોર્ટસર્કિટથી આગ ભભુકી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નથી પણ પરાળ બળીને ખાખ થઈ ગઈ છે.