જોડિયા: ટેકાના ભાવે મગફળી 300 મણથી વધારે ખરીદ કરવા અંગે મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરાય
જામનગર જિલ્લાના જોડીયા ખાતે મામલતદારને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ટેકાના ભાવે મગફળી 300 મણથી વધારે ખરીદ કરવા તેમજ નુકસાનીનું સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા અંગે માંગ કરવામાં આવી હતી. આ તકે આમ આદમી પાર્ટીના વશરામભાઈ રાઠોડ, પ્રકાશભાઈ દોંગા, રમેશભાઈ ચનીયારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.