પોશીના: તાલુકાના ગુંદીખાણા નજીક શ્વાન વચ્ચે આવતા બાઈક ચાલકને નડ્યો અકસ્માત
અંતરિયાળ વિસ્તાર એવા પોશીના તાલુકાના ગુંદીખાણા નજીક આજે બપોરના સુમારે 3 વાગ્યા ની આસપાસ એક બાઈક ચાલક પોતાનું બાઈક લઈને લાંબડીયા બાજુ જઈ રહ્યો હતો તે દરમિયાન ગુંદીખાણા નજીકના રોડ ઉપર અચાનક જ શ્વાન આવી જતા બાઈક ચાલક રોડની નીચે પટકાયો હતો. ત્યારે બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.