કડોદરામાં રુચિ સિલેક્શન નામની દુકાનમાં બે યુવકો ગ્રાહક બનીને આવ્યા હતા અને તેમણે 400 રૂપિયાની ખરીદી કરી અને ડિજિટલ પેમેન્ટ કરી આંખના પલકારામાં માત્ર 8 સેકન્ડનો સમય આપ્યો હતો અને મેસેજ આવી ગયો હોવાનું કહી દુકાનમાંથી નીચે ઉતરી ગયા હતા. બાદમાં જ્યારે વેપારીએ પોતાના મોબાઈલમાં મેસેજ ચેક કર્યો ત્યારે કોઈપણ પ્રકારનો મેસેજ કે ચુકવણી આવી ન હતી. વેપારીએ તરત જ તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા જ પળોમાં બંને યુવકો ગાયબ થઈ ગયા.