ખાંભા: ના મોટા સમઢીયાળા ગામે પ્રૌઢે ગાળો બોલાવાની ના પાડતા લાકડીનો ઘા માર્યો
ખાંભાના મોટા સમઢીયાળા ગામે પ્રૌઢે ગાળો બોલવાની ના પાડતાં લાકડીનો ઘા મારીને મુંઢ ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે મેહુરભાઈ વાલાભાઈ દાફડા (ઉ.વ.૬૫) એ નાનીબેન પાંચાભાઈ દાફડા,મનસુખભાઇ પાંચાભાઈ દાફડા તથા સુરેશભાઈ પાંચાભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમનું તથા આરોપીનું ઘર એક જ શેરીમાં છે. થોડા સમય પહેલા તેમના મોટર સાઇકલના કારણે આરોપીના બળદગાડાને ચાલવામા નડતર રૂપ થયું હતું.જે વાતનુ મનદુઃખથયું હતું..