ખેડબ્રહ્મા: શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી મુસાફરો સાથે જોખમી રીતે વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ
આજે રાત્રે 8 વાગે મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસવાળાના આદેશ અનુસાર ખેડબ્રહ્મા શહેર પોલીસ દ્વારા ખેડબ્રહ્મા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ઓવરલોડ મુસાફરોથી ભરેલી જીપો માંથી મુસાફરોને ઉતારવામાં આવ્યા હતા. અને આ દરમિયાન ઓવરલોડ મુસાફરો ભરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુમાં દિવાળીના તહેવાર ને લઈ દુકાનદારોએ બહાર કાઢેલો માલ દુકાનની અંદર રાખવા જણાવ્યું હતું.