કડી: કડીની P.M.J ઠાકર આદર્શ હાઇસ્કુલ ની ભાઈઓ તેમજ બહેનોની ટીમોએ જિલ્લા કક્ષાએ કબ્બડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
Kadi, Mahesana | Nov 18, 2025 મહેસાણા જિલ્લામાં ચાલી રહેલ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની કબડ્ડી ની સ્પર્ધામાં કડીની P.M.J ઠાકર આદર્શ હાઈસ્કૂલ ના ભાઈઓ તેમજ બહેનોની ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.આ સ્પર્ધા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 17 નવેમ્બર ના રોજ યોજાઈ હતી.જેમાં ભાઈઓની અંડર 17 તેમજ અંડર 14 ટીમે સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ ઉપરાંત અંડર 14 બહેનોની ટીમોએ પણ જિલ્લા કક્ષાએ કબડ્ડી ની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.