રાપર: દેશલપરમાં રૂ.૫૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ lcb એ ઝડપ્યો,આરોપી ફરાર
Rapar, Kutch | Sep 15, 2025 એલસીબીની ટીમ ગઈકાલે બપોરે બાલાસર પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દેશલપર ગામના પાટીયા પાસે પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, દેશલપર રહેતો જાવેદ વલીખાન સમેજા બાવળની ઝાડીઓ વચ્ચે વિદેશી દારૂનો સંગ્રહ કરી છૂટક વેંચાણ કરે છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી તલાશી લેતાં રૂ.5,800 ની કિંમતના વિદેશી શરાબના 29 ક્વાર્ટરિયા મળી આવ્યા હતા પણ દરોડા સમયે આરોપી જાવેદ હાજર મળ્યો ન હતો.