દિયોદર: ધનકવાડા ગામે પરંપરાગત લોક મેળો ભરાયો હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ
દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોની પરંપરાગત રીતે ભરાતો લોક મેળો કારતક સુદ પૂર્ણિમા ના દિવસે ભરાયો હતો જેમાં બાળકોના મનોરંજન માટે ચગડોળ સહિત મનોરંજન ના સ્ટોલો લાગ્યા હતા જ્યારે મહિલાઓ પૃરુસો માટે પણ ખાણી પીણી ના સ્ટોલ લાગ્યા હતા અને આ મેળામાં શેરડી નું ખાસ મહત્વ છે ત્યારે સેરડીયો મેળો કહેવાય છે અને લોકો શેરડી વધુ ખરીદી કરતા હોય છે તેમ ગાડીઓ મોઢે શેરડીનું પણ વેચાણ થયું હતું આમ ચુસ્ત પોલીસ બંદોવસ્ત વચ્ચે મેળો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો