અંકલેશ્વર તાલુકાના પારડી ઇદ્રીશ ગામમાં લક્ષ્મી માતાની પૂજા–વિધિ દ્વારા આર્થિક તંગી દૂર કરવાની લાલચ આપી ભરૂચ ના એક વ્યક્તિ સાથે રૂ.૨૭.૪૮ લાખની છેતરપિંડી કર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે ત્રણ વ્યક્તિઓ સામે પાનોલી પોલીસ મથક માં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે પારડી ઈદ્રીશ ગામ ના પિતા પુત્ર ની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર ને વોન્ટેડ જાહેર કર્યો છે.