ગોધરા તાલુકાના જૂની ધરી ગામે રહેતા રામેન્દ્ર માછી અને સૈયમ માછી હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજ રોજ પોતાની ફરજ પૂરી કરીને તેઓ બાઈક પર સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન લીમડી ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બેફામ આવી રહેલી ઈકો કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવકો રોડ પર પટકાતા તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફ