ભાવનગર શહેરના અલ્ટ્રા મેરેથોન રનર હાર્દિક મકવાણાએ યુવા પેઢીમાં વધતા નશા અને મોબાઈલના વળગણ સામે જાગૃતિ લાવવા અનોખી પહેલ કરી છે. તેઓ નિલમબાગ સર્કલ થી દ્વારકા સુધી આશરે 400 થી 413 કિમીની યાત્રા દોડીને પૂર્ણ કરશે. ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશ આપવાનો હેતુ ધરાવતી આ દોડ તેઓ 6 દિવસમાં પૂર્ણ કરી ‘વર્લ્ડ એક્સેલન્સ ઓફ રેકોર્ડ’ માં નામ નોંધાવવાના તેમનો નિર્ધાર છે. ત્યારે આજે તેમને સ્થાનિક આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.