દહેગામ: દહેગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું પિયરીયાઓ દ્વારા અપહરણ: પરિવારને માર મારી આતંક મચાવ્યો#Crime
દહેગામ શાહી કુટિરમાં રહેતા રવિ પટેલે થોડા મહીનાઓ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. ચારેક મહિના બહાર ફર્યા બાદ તેઓ છેલ્લા બે મહિનાથી પરિવાર સાથે દહેગામ ખાતે રહે છે. રવિવારે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન યુવતીના મામા કાનજીભાઈ રબારી, કેવલ રણછોડભાઈ રબારી, દક્ષ જગદીશભાઈ રબારી, ગોવિંદ કનુભાઈ રબારી સહિત અન્ય ત્રણ જેટલા ઈસમો ધસી આવ્યા હતા.