નડિયાદ: ફતેપુરા કેનાલ રોડ પર મોર્નિંગ કરવા નીકળેલા દંપતીની ચેન સ્નેચિંગ કરનાર આરોપી ગણતરીના કલાકોમાં પોલીસ પકડમાં
નડિયાદના ફતેપુરા કેનાલ રોડ પર શનિવારે સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા દંપતિ સાથે ચેન સ્નેચિંગનો બનાવ બન્યો હતો. બાઈક પર આવેલો ઈસમ ગળામાં પહેરેલી સોનાની ચેન ઝુંટવી ફરાર થયો હતો. ત્યારે નડિયાદ ટાઉન પોલીસે ગણતરીના સમયમાં 50 જેટલા નેત્રમ કેમેરાની મદદથી ન્યુ શોરક મિલ્ક પાસેથી આરોપીને ઝડપી સોનાની ચેન જપ્ત કરી છે.