વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મોતીબાગ ટાઉનહોલ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યો સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત મારું રક્તમાં દેશભક્ત નેજા હેઠળ ભાવેણા વાસતીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી અને આ મેગા રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.