પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં હિનાબેન વા/ઓ વસીમભાઈ છદાણી દ્વારા પતિ સહિત સાસરીયા પક્ષ સામે શારીરિક તથા માનસિક ત્રાસ અને દહેજ બાબતે ફરીયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદ મુજબ લગ્ન બાદ સાસુ, નણંદ અને અન્ય સાસરીયા સભ્યો દ્વારા ઘરકામ અને દહેજ બાબતે અવારનવાર હેરાનગતિ, ગાળો-મારપીટ કરવામાં આવતી હતી અને પતિ પણ તેમનો સાથ આપતો હતો. આ ત્રાસથી કંટાળી હિનાબેન પોતાના છ વર્ષના પુત્ર સાથે પાલીતાણા આવી ટાઉન પોલીસ મથકમાં સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી