રેડિયન્ટ ઇવેન્ટ દ્વારા SPની ઉપસ્થિતમાં દિવ્યાંગ લોકો માટે ગરબા નું આયોજન કરાયું, 500 દિવ્યાંગ હાજર રહ્યા
Palanpur City, Banas Kantha | Sep 23, 2025
પાલનપુર શહેરમાં રેડિયમ અને ઘુમ્મર દ્વારા દિવ્યાંગ લોકો માટે નવરાત્રીનું આયોજન છેલ્લા સાત વર્ષથી કરવામાં આવે છે જેને લઇ અને સોમવારે રાત્રે જિલ્લા પોલીસવડાની ઉપસ્થિતિમાં દિવ્યાંગ લોકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500 જેટલા દિવ્યાંગ લોકો ગરબામાં હાજર રહી અને ગરબે ઘૂમ્યા હતા