ગોંડલ તાલુકા પોલીસે દારૂના ગેરકાયદેસર વેપારમાં વારંવાર સંડોવાયેલા ગૌરવભાઈ અરૂણભાઈ જેઠવા નામના બુટલેગર વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આરોપીને પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ (પાસા) કાયદા હેઠળ અટકાયત કરીને ભુજની પાલારા મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે