નડિયાદ મહાનગર પાલિકાની રખડતા ઢોર પકડવાની ટીમ દ્વારા વાહન ગફલતભર્યું ચલાવતાં સોસાયટીનો મુખ્ય ગેટ તૂટી ગયો હતો. આ અચાનક બનેલા અકસ્માતમાં એક રાહદારી અડફેટે આવતાં અક્સ્માત સર્જાયો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. ઘટનાને લઇને સ્થાનિકોમાં ચર્ચા અને ચિંતા જોવા મળી રહી છે.