લીંબડી: લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવમાં 11 યુગલો એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા
તા. 29 નવેમ્બર સવારે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા સર્વજ્ઞાતિય 11 દિકરીઓ ના પ્રથમ સમુહલગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પુર્વ કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લલિતકિશોરશરણજી બાપુ એ પ્રભુતામાં પગલાં પાડનાર તમામ નવયુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.