વડોદરા ઉત્તર: ઓટો રીક્ષા ચાલકો માટે ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાબત નો ટ્રેનિંગ કેમ્પ યોજાયો
ઓટો રીક્ષા એ વાહનવ્યવહાર ની સેવા આપતું મહત્વ નું સાધન છે જે ૨૪ કલાક રસ્તા ઉપર રહી પ્રજાને સેવ આપે છે. જો ઓટ રીક્ષા ચાલકોને અકસ્માત અને મેડીકલ ઈમરજન્સી માં કેવી રીતે સારવાર કરવી તે આવડી જાય તો ઘણા માનવ જીવ બચી જાય આથી ટ્રાફિક પોલીસ વડોદરા, ગોરવા ભાઈલાલ અમીન હોસ્પિટલ અને વડોદરા શહેર જીલ્લા રીક્ષા ચાલક યુનિયન દ્વારા ૧૦૮ ની પ્રાથમિક સારવાર બાબતની ટ્રેનીંગ નો કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું.