દસાડા: જૈનાબાદ ના રાજવી મહોમદ શબ્બીર મલિકને ગ્લોબલ વાઈલ્ડલાઈફ ફેરમાં વન્યજીવ સંરક્ષણ માટે લાઈફ ટાઈમ એવોર્ડથી સમ્માનિત કરાયા
હાલમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા ગ્લોબલ વાઈલ્ડલાઈફ ફેર 2025 અન્વયે દસાડા તાલુકાના જૈનાબાદ સ્ટેટ ના રાજવી મહમ્મદ શબ્બીર મલિકને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી જાપાનના એશિયન ટુરિઝમ નેટવર્કના અધ્યક્ષ માસારો તાયકામાંના વરદ હસ્તે સમ્માનિત કરાયા જેઓને આ એવોર્ડ ગુજરાતના કચ્છના નાના રણમાં વન્યજીવ ના સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ઠ કર્યો બદલ એનાયત કરાયો હતો.