ઝાલોદ: ઝાલોદના સીમલીયા ગામે આમ આદમી પાર્ટીની જાહેર બેઠક યોજાઈ હતી,200+ લોકો આપમાં જોડાયા
Jhalod, Dahod | Sep 14, 2025 ઝાલોદના સીમલીયા ગામે આમ આદમી પાર્ટીની જાહેર બેઠક યોજાઈ હતી,200+ લોકો આપમાં જોડાયા આ બેઠકમાં તાલુકા તથા જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણી મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પાર્ટીની નીતિઓ અને કાર્યયોજનાની જાણકારી આપવામાં આવી.કાર્યક્રમ દરમિયાન 200થી વધુ લોકોએ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને સંગઠનને મજબૂત બનાવ્યું. આ બેઠકનું અધ્યક્ષસ્થાન આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશ બારીયાએ સંભાળ્યું હતું..